Sunday, 20 July 2014

Creative Photos

Using miniature figures and makeup, the photographer of Murcia, Juan Sánchez Castillo
 creates small landscapes and scenes directly on the face models. 
'Making it up' comprises a series of photos that inspire workers and
 young children because they interact with the facial features of female faces.



juan-zupi (1)

juan-zupi (2)

juan-zupi (3)

juan-zupi (4)

juan-zupi (5)

Wednesday, 2 July 2014

વિસરાઇ ગયેલા બાળગીતો....

વિસરાઇ ગયેલા બાળગીતો :

 

~~~~~~~~~~~~~~~~

 

મામાનું ઘર કેટલે

દીવા બળે એટલે

દીવા મેં તો દીઠા

મામા લાગે મીઠા

મામી મારી ભોળી

મીઠાઈ લાવે મોળી

મોળી મીઠાઈ ભાવે નહિ

રમકડાં તો લાવે નહિ

 

—————————————-

 

અડકો દડકો

દહીંનો દડકો

દહીં દૂજેદરબાર દૂજે

વાડી માંહીનો વેલો દૂજે

ઉલ મુલ ધતુરાનું ફુલ

ખાઈ જા શેરડી ખજૂર

 

—————————————-

 

હાથીભાઈ તો જાડા

લાગે મોટા પાડા

આગળ ઝૂલે લાંબી સૂંઢ

પાછળ ઝૂલે ટૂંકી પૂંછ

 

—————————————-

 

વારતા રે વારતા

ભાભો ઢોર ચારતા

ચપટી બોરા લાવતા

છોકરાઓને સમજવતા

એક છોકરો રિસાણો

કોઠી પાછળ ભિંસાણો

કોઠી પડી આડી

છોકરે રાડ પાડી

અરરર માડી

 

—————————————-

 

મેં એક બિલાડી પાળી છે

તે રંગે બહુ રુપાળી છે

તે હળવે હળવે ચાલે છે

ને અંધારામાં ભાળે છે

તે દૂધ ખાયદહીં ખાય

ઘી તો ચપ ચપ ચાટી જાય

તે ઉંદરને ઝટપટ ઝાલે

પણ કૂતરાથી બીતી ચાલે

તેના ડીલ પર ડાઘ છે

તે મારા ઘરનો વાઘ છે

 

—————————————-

 

એક બિલાડી જાડી

તેણે પહેરી સાડી

સાડી પહેરી ફરવા ગઈ

તળાવમાં તે તરવા ગઈ

તળાવમાં તો મગર

બિલ્લીને આવ્યા ચક્કર

સાડીનો છેડો છૂટી ગયો

મગરના મોઢામાં આવી ગયો

મગર બિલ્લીને ખાઈ ગયો

 

---------------------------------

 

 

મિત્રોમાં શેર કરીને તેમને પણ 

બાળપણ યાદ અપાવો!



 ===================